વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે; પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે. ॥ १ ॥
Vaishnav jan to tene kahiye, Je peed paraaee jaane re; Par duhkhe upakaar kare to ye, Man abhimaan na aane re. || 1 ||
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. ॥ २ ॥
Sakal lokamaa sahune vande, Nindaa na kare kenee re; Vaach kaachh man nishchal raakhe, Dhan dhan jananee tenee re. || 2 ||
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે; જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. ॥ ३ ॥
Samadrushti ne trushnaa tyaagee, Parastree jene maat re; Jihvaa thakee asatya na bole, Paradhan nav jhaale haath re. || 3 ||
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે; રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. ॥ ४ ॥
Moh maayaa vyaape nahi jene, Drudh vairaagya jenaa manamaa re; Raam naam shu taalee re laagee, Sakal teerath tenaa tanamaa re. || 4 ||
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે; ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યા રે. ॥ ५ ॥
Van lobhee ne kapat rahit chhe, Kaam krodh nivaaryaa re; Bhane narasaiyo tenu darshan karataa, Kul ekoter taaryaa re. || 5 ||