વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા; દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ १ ॥
Vishvambharee akhil vishvatanee janetaa, Vidyaadharee vadanamaa vasajo vidhaataa; Durbuddhine door karee sadabuddhi aapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 1 ||
ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની; ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ २ ॥
Bhoolo padee bhavarane bhataku bhavaanee, Sujhe nahi lageer koi dishaa javaanee; Bhaase bhayankar valee mananaa utaapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 2 ||
આ રંકને ઉગરવા નથી કોઇ આરો, જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો, ના શું સુણો ભગવતી શિશુના વિલાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ३ ॥
Aa rankane ugaravaa nathee koi aaro, Janmaandh chhu jananee hu grahee baanhya taaro, Naa shu suno bhagavatee shishunaa vilaapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 3 ||
મા કર્મ જન્મ કથની કરતાં વિચારું, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું, કોને કહું કઠિન યોગ તણો બળાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ४ ॥
Maa karma janma kathanee karataa vichaaru, Aa srushtimaa tuj vinaa nathee koi maaru, Kone kahu kathin yog tano balaapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 4 ||
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો, દોષો થકી દુષિતના કરી માફ પાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ५ ॥
Hu kaam krodh mad moh thakee chhakelo, Aadambare ati ghano madathee bakelo, Dosho thakee dushitanaa karee maaph paapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 5 ||
ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું, શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ६ ॥
Naa shaashtranaa shravananu payapaan peedhu, Naa mantra ke stuti kathaa nathee kaani keedhu, Shraddhaa dharee nathee karyaa tav naam jaapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 6 ||
રે રે ભવાની બહુ ભૂલ થઇ જ મારી, આ જિંદગી થઇ મને અતિશે અકારી, દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ७ ॥
Re re bhavaanee bahu bhool thai ja maaree, Aa jindagee thai mane atishe akaaree, Dosho prajaalee saghalaa tav chhaap chhaapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 7 ||
ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો, શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ८ ॥
Khaalee na kaani sthal chhe vin aap dhaaro, Brahmaandamaa anu anu mahee vaas taaro, Shakti na maap ganavaa aganit maapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 8 ||
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો, જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ९ ॥
Paape prapanch karavaa badhee vaate pooro, Khoto kharo bhagavatee pan hu tamaaro, Jaadyaandhakaar door karee sadabuddhi aapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 9 ||
શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે, વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ १० ॥
Sheekh sune rasik chhand ja ek chitte, Tenaa thakee trividh taap tale khachitte, Vaaghe vishesh valee amb tanaa prataapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 10 ||
શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું, રાત્રિદિને ભગવતી તુજને ભજું છું, સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ११ ॥
Shree sadaguru sharanamaa raheene yaju chhu, Raatridine bhagavatee tujane bhaju chhu, Sadabhakta sevakatanaa paritaap chaampo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 11 ||
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી, સંસારના સકળ રોગ સમૂળ કાપો, મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ १२ ॥
Antar vishe adhik urmi thataa bhavaanee, Gaaum stuti tav bale nameene mrudaanee, Sansaaranaa sakal rog samool kaapo, Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 12 ||