જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રગટ્યા મા. ૐ જયો જયો મા જગદંબે ॥ १ ॥
Jay aadyaa shakti, maa jay aadyaa shakti, Akhand brahmaand nipaavyaa, padave pragatyaa maa. Om jayo jayo maa jagadambe || 1 ||
દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હરિ ગાયે હર મા. ૐ જયો જયો મા જગદંબે ॥ २ ॥
Dviteeyaa bey svaroop, shivashakti jaanu, maa shivashakti jaanu, Brahmaa ganapati gaaye, hari gaaye har maa. Om jayo jayo maa jagadambe || 2 ||
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા, મા ત્રિભુવનમાં બેઠા, ત્રય થકી તરવેણી, તું તરવેણી મા. ૐ જયો જયો મા જગદંબે ॥ ३ ॥
Truteeyaa tran svaroop, tribhuvanamaa bethaa, maa tribhuvanamaa bethaa, Tray thakee taravenee, tu taravenee maa. Om jayo jayo maa jagadambe || 3 ||
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા, ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં. ૐ જયો જયો મા જગદંબે ॥ ४ ॥
Chothe chaturaa mahaalakshmee maa, sacharaachar vyaapyaa, maa sacharaachar vyaapyaa, Chaar bhujaa chau dishaa, pragatyaa dakshinamaa. Om jayo jayo maa jagadambe || 4 ||
પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા, પંચ દેવ ત્યાં સોહે, પંચે તત્વો મા. ૐ જયો જયો મા જગદંબે ॥ ५ ॥
Panchame panch rushi, panchamee gun padmaa, maa panchamee gun padmaa, Panch dev tyaa sohe, panche tatvo maa. Om jayo jayo maa jagadambe || 5 ||
ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર માર્યો, નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા. ૐ જયો જયો મા જગદંબે ॥ ६ ॥
Shashthee tu naaraayanee, mahishaasur maaryo, maa mahishaasur maaryo, Nar naareenaa roope, vyaapyaa saghale maa. Om jayo jayo maa jagadambe || 6 ||
સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા. ૐ જયો જયો મા જગદંબે ॥ ७ ॥
Saptamee sapta paataal, sandhyaa saavitree, maa sandhyaa saavitree, Gau gangaa gaayatree, gauree geetaa maa. Om jayo jayo maa jagadambe || 7 ||
અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, મા આઈ આનંદા, સુરવર મુનિવર જન્મ્યા, દેવ દૈત્યોમાં. ૐ જયો જયો મા જગદંબે ॥ ८ ॥
Ashtamee ashta bhujaa, aaee aanandaa, maa aaee aanandaa, Suravar munivar janmyaa, dev daityomaa. Om jayo jayo maa jagadambe || 8 ||
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા, નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા. ૐ જયો જયો મા જગદંબે ॥ ९ ॥
Navamee navakul naag, seve navadurgaa, maa seve navadurgaa, Navaraatreenaa poojan, shivaraatreenaa archan, keedhaa har brahmaa. Om jayo jayo maa jagadambe || 9 ||
દશમી દશ અવતાર, જય વિજયાદશમી, મા જય વિજયાદશમી, રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા. ૐ જયો જયો મા જગદંબે ॥ १० ॥
Dashamee dash avataar, jay vijayaadashamee, maa jay vijayaadashamee, Raame raam ramaadyaa, raavan rolyo maa. Om jayo jayo maa jagadambe || 10 ||
એકાદશી અગિયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા, કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા. ૐ જયો જયો મા જગદંબે ॥ ११ ॥
Ekaadashee agiyaaras, kaatyaayanee kaamaa, maa kaatyaayanee kaamaa, Kaamadurgaa kaalikaa, shyaamaa ne raamaa. Om jayo jayo maa jagadambe || 11 ||
બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી અંબા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારા છે તુજ મા. ૐ જયો જયો મા જગદંબે ॥ १२ ॥
Baarase baalaa roop, bahucharee ambaa maa, maa bahucharee ambaa, Batuk bhairav sohiye, kaal bhairav sohiye, taaraa chhe tuj maa. Om jayo jayo maa jagadambe || 12 ||
તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું તારુણી માતા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા. ૐ જયો જયો મા જગદંબે ॥ १३ ॥
Terase tulajaa roop, tu taarunee maataa, maa tu taarunee maataa, Brahmaa vishnu sadaashiv, gun taaraa gaataa. Om jayo jayo maa jagadambe || 13 ||
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા, ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહિની મા. ૐ જયો જયો મા જગદંબે ॥ १४ ॥
Chaudashe chaudaa roop, chandee chaamundaa, maa chandee chaamundaa, Bhaav bhakti kani aapo, chaturaai kani aapo, sinhavaahinee maa. Om jayo jayo maa jagadambe || 14 ||
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા, વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા. ૐ જયો જયો મા જગદંબે ॥ १५ ॥
Pooname kumbh bharyo, saambhalajo karunaa, maa saambhalajo karunaa, Vashishtha deve vakhaanyaa, maarkand deve vakhaanyaa, gaaee shubh kavitaa. Om jayo jayo maa jagadambe || 15 ||
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે બાવીસમાં, સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે. ૐ જયો જયો મા જગદંબે ॥ १६ ॥
Sanvat sol sattaavan, solase baaveesamaa, maa solase baaveesamaa, Sanvat sole pragatyaa, revaane teere, maa gangaane teere. Om jayo jayo maa jagadambe || 16 ||
ત્રંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી, મા રૂપાવટી નગરી, સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી. ૐ જયો જયો મા જગદંબે ॥ १७ ॥
Trambaavatee nagaree, aaee roopaavatee nagaree, maa roopaavatee nagaree, Sol sahastra tyaa sohiye, kshamaa karo gauree, maa dayaa karo gauree. Om jayo jayo maa jagadambe || 17 ||
શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે. ૐ જયો જયો મા જગદંબે ॥ १८ ॥
Shivashaktinee aaratee je koi gaashe, maa je bhaave gaashe, Bhane shivaanand svaamee, sukh-sampatti thaashe, Har kailaase jaashe, maa ambaa duhkh harashe. Om jayo jayo maa jagadambe || 18 ||
એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો, ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો. ૐ જયો જયો મા જગદંબે ॥ १९ ॥
E be ek svaroop, antar nav ganasho, Bholaa bhavaaneene bhajataa, bhavasaagar tarasho. Om jayo jayo maa jagadambe || 19 ||
ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા, વલ્લભ ભટ્ટને રાખ્યા, નિજ ચરણે સેવા. ૐ જયો જયો મા જગદંબે ॥ २० ॥
Bhaav na jaanu, bhakti na jaanu, nav jaanu sevaa, maa nav jaanu sevaa, Vallabh bhattane raakhyaa, nij charane sevaa. Om jayo jayo maa jagadambe || 20 ||