# Vishvambhari Stuti · विश्वंभरी अखिल विश्वतणी जनेता

- Type: Stotra
- Language: Gujarati
- Verses: 12
- Verified: under review
- Read in the app: https://pocketpothi.com/read?t=vishvambhari-stuti
- Share link: https://pocketpothi.com/p/98
- Page: https://pocketpothi.com/texts/vishvambhari-stuti

## Text (Devanagari, with simple Roman spelling below each verse)

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,  
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;  
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ १ ॥  

_Vishvambharee akhil vishvatanee janetaa, / Vidyaadharee vadanamaa vasajo vidhaataa; / Durbuddhine door karee sadabuddhi aapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 1 ||_

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,  
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;  
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ २ ॥  

_Bhoolo padee bhavarane bhataku bhavaanee, / Sujhe nahi lageer koi dishaa javaanee; / Bhaase bhayankar valee mananaa utaapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 2 ||_

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,  
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,  
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ३ ॥  

_Aa rankane ugaravaa nathee koi aaro, / Janmaandh chhu jananee hu grahee baanhya taaro, / Naa shu suno bhagavatee shishunaa vilaapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 3 ||_

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,  
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,  
કોને કહું કઠિન યોગ તણો બળાપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ४ ॥  

_Maa karma janma kathanee karataa vichaaru, / Aa srushtimaa tuj vinaa nathee koi maaru, / Kone kahu kathin yog tano balaapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 4 ||_

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,  
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,  
દોષો થકી દુષિતના કરી માફ પાપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ५ ॥  

_Hu kaam krodh mad moh thakee chhakelo, / Aadambare ati ghano madathee bakelo, / Dosho thakee dushitanaa karee maaph paapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 5 ||_

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,  
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,  
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ६ ॥  

_Naa shaashtranaa shravananu payapaan peedhu, / Naa mantra ke stuti kathaa nathee kaani keedhu, / Shraddhaa dharee nathee karyaa tav naam jaapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 6 ||_

રે રે ભવાની બહુ ભૂલ થઇ જ મારી,  
આ જિંદગી થઇ મને અતિશે અકારી,  
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ७ ॥  

_Re re bhavaanee bahu bhool thai ja maaree, / Aa jindagee thai mane atishe akaaree, / Dosho prajaalee saghalaa tav chhaap chhaapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 7 ||_

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,  
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,  
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ८ ॥  

_Khaalee na kaani sthal chhe vin aap dhaaro, / Brahmaandamaa anu anu mahee vaas taaro, / Shakti na maap ganavaa aganit maapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 8 ||_

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,  
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,  
જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ९ ॥  

_Paape prapanch karavaa badhee vaate pooro, / Khoto kharo bhagavatee pan hu tamaaro, / Jaadyaandhakaar door karee sadabuddhi aapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 9 ||_

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,  
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,  
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ १० ॥  

_Sheekh sune rasik chhand ja ek chitte, / Tenaa thakee trividh taap tale khachitte, / Vaaghe vishesh valee amb tanaa prataapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 10 ||_

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,  
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,  
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ ११ ॥  

_Shree sadaguru sharanamaa raheene yaju chhu, / Raatridine bhagavatee tujane bhaju chhu, / Sadabhakta sevakatanaa paritaap chaampo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 11 ||_

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,  
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,  
સંસારના સકળ રોગ સમૂળ કાપો,  
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો ॥ १२ ॥  

_Antar vishe adhik urmi thataa bhavaanee, / Gaaum stuti tav bale nameene mrudaanee, / Sansaaranaa sakal rog samool kaapo, / Maam paahi o bhagavatee ! bhav duhkh kaapo || 12 ||_
