# Vaishnav Jan To · वैष्णव जन तो तेने कहीए

- Type: Bhajan
- Language: Gujarati
- Verses: 5
- Verified: under review
- Read in the app: https://pocketpothi.com/read?t=vaishnav-jan-to
- Share link: https://pocketpothi.com/p/dv
- Page: https://pocketpothi.com/texts/vaishnav-jan-to

## Text (Devanagari, with simple Roman spelling below each verse)

વૈષ્ણવ જન તો તેને કહિયે,  
જે પીડ પરાઈ જાણે રે;  
પર દુઃખે ઉપકાર કરે તો યે,  
મન અભિમાન ન આણે રે. ॥ १ ॥  

_Vaishnav jan to tene kahiye, / Je peed paraaee jaane re; / Par duhkhe upakaar kare to ye, / Man abhimaan na aane re. || 1 ||_

સકળ લોકમાં સહુને વંદે,  
નિંદા ન કરે કેની રે;  
વાચ કાછ મન નિશ્ચલ રાખે,  
ધન ધન જનની તેની રે. ॥ २ ॥  

_Sakal lokamaa sahune vande, / Nindaa na kare kenee re; / Vaach kaachh man nishchal raakhe, / Dhan dhan jananee tenee re. || 2 ||_

સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,  
પરસ્ત્રી જેને માત રે;  
જિહ્વા થકી અસત્ય ન બોલે,  
પરધન નવ ઝાલે હાથ રે. ॥ ३ ॥  

_Samadrushti ne trushnaa tyaagee, / Parastree jene maat re; / Jihvaa thakee asatya na bole, / Paradhan nav jhaale haath re. || 3 ||_

મોહ માયા વ્યાપે નહિ જેને,  
દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;  
રામ નામ શું તાળી રે લાગી,  
સકળ તીરથ તેના તનમાં રે. ॥ ४ ॥  

_Moh maayaa vyaape nahi jene, / Drudh vairaagya jenaa manamaa re; / Raam naam shu taalee re laagee, / Sakal teerath tenaa tanamaa re. || 4 ||_

વણ લોભી ને કપટ રહિત છે,  
કામ ક્રોધ નિવાર્યા રે;  
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં,  
કુળ એકોતેર તાર્યા રે. ॥ ५ ॥  

_Van lobhee ne kapat rahit chhe, / Kaam krodh nivaaryaa re; / Bhane narasaiyo tenu darshan karataa, / Kul ekoter taaryaa re. || 5 ||_
