{"id":"vaishnav-jan-to","code":"dv","title":{"dev":"वैष्णव जन तो तेने कहीए","rom":"Vaishnav Jan To"},"type":"bhajan","typeLabel":"Bhajan","language":"gu","languageName":"Gujarati","deity":["vishnu"],"aliases":[],"verses":5,"sections":[{"kind":"verse","n":1,"dev":"વૈષ્ણવ જન તો તેને કહિયે,\nજે પીડ પરાઈ જાણે રે;\nપર દુઃખે ઉપકાર કરે તો યે,\nમન અભિમાન ન આણે રે. ॥ १ ॥","rom":"Vaishnav jan to tene kahiye,\nJe peed paraaee jaane re;\nPar duhkhe upakaar kare to ye,\nMan abhimaan na aane re. || 1 ||"},{"kind":"verse","n":2,"dev":"સકળ લોકમાં સહુને વંદે,\nનિંદા ન કરે કેની રે;\nવાચ કાછ મન નિશ્ચલ રાખે,\nધન ધન જનની તેની રે. ॥ २ ॥","rom":"Sakal lokamaa sahune vande,\nNindaa na kare kenee re;\nVaach kaachh man nishchal raakhe,\nDhan dhan jananee tenee re. || 2 ||"},{"kind":"verse","n":3,"dev":"સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી,\nપરસ્ત્રી જેને માત રે;\nજિહ્વા થકી અસત્ય ન બોલે,\nપરધન નવ ઝાલે હાથ રે. ॥ ३ ॥","rom":"Samadrushti ne trushnaa tyaagee,\nParastree jene maat re;\nJihvaa thakee asatya na bole,\nParadhan nav jhaale haath re. || 3 ||"},{"kind":"verse","n":4,"dev":"મોહ માયા વ્યાપે નહિ જેને,\nદૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;\nરામ નામ શું તાળી રે લાગી,\nસકળ તીરથ તેના તનમાં રે. ॥ ४ ॥","rom":"Moh maayaa vyaape nahi jene,\nDrudh vairaagya jenaa manamaa re;\nRaam naam shu taalee re laagee,\nSakal teerath tenaa tanamaa re. || 4 ||"},{"kind":"verse","n":5,"dev":"વણ લોભી ને કપટ રહિત છે,\nકામ ક્રોધ નિવાર્યા રે;\nભણે નરસૈયો તેનું દર્શન કરતાં,\nકુળ એકોતેર તાર્યા રે. ॥ ५ ॥","rom":"Van lobhee ne kapat rahit chhe,\nKaam krodh nivaaryaa re;\nBhane narasaiyo tenu darshan karataa,\nKul ekoter taaryaa re. || 5 ||"}],"verified":false,"url":"https://pocketpothi.com/texts/vaishnav-jan-to","appUrl":"https://pocketpothi.com/read?t=vaishnav-jan-to","shareUrl":"https://pocketpothi.com/p/dv"}