# Jay Adhya Shakti · जय आद्य शक्ति

- Type: Aarti
- Language: Gujarati
- Verses: 20
- Verified: under review
- Read in the app: https://pocketpothi.com/read?t=jay-adhya-shakti
- Share link: https://pocketpothi.com/p/97
- Page: https://pocketpothi.com/texts/jay-adhya-shakti

## Text (Devanagari, with simple Roman spelling below each verse)

જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ,  
અખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રગટ્યા મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १ ॥  

_Jay aadyaa shakti, maa jay aadyaa shakti, / Akhand brahmaand nipaavyaa, padave pragatyaa maa. / Om jayo jayo maa jagadambe || 1 ||_

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવશક્તિ જાણું,  
બ્રહ્મા ગણપતિ ગાયે, હરિ ગાયે હર મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ २ ॥  

_Dviteeyaa bey svaroop, shivashakti jaanu, maa shivashakti jaanu, / Brahmaa ganapati gaaye, hari gaaye har maa. / Om jayo jayo maa jagadambe || 2 ||_

તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા, મા ત્રિભુવનમાં બેઠા,  
ત્રય થકી તરવેણી, તું તરવેણી મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ ३ ॥  

_Truteeyaa tran svaroop, tribhuvanamaa bethaa, maa tribhuvanamaa bethaa, / Tray thakee taravenee, tu taravenee maa. / Om jayo jayo maa jagadambe || 3 ||_

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા,  
ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં.  
ૐ જયો જયો મા જગદંબે ॥ ४ ॥  

_Chothe chaturaa mahaalakshmee maa, sacharaachar vyaapyaa, maa sacharaachar vyaapyaa, / Chaar bhujaa chau dishaa, pragatyaa dakshinamaa. / Om jayo jayo maa jagadambe || 4 ||_

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા,  
પંચ દેવ ત્યાં સોહે, પંચે તત્વો મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ ५ ॥  

_Panchame panch rushi, panchamee gun padmaa, maa panchamee gun padmaa, / Panch dev tyaa sohe, panche tatvo maa. / Om jayo jayo maa jagadambe || 5 ||_

ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર માર્યો,  
નર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ ६ ॥  

_Shashthee tu naaraayanee, mahishaasur maaryo, maa mahishaasur maaryo, / Nar naareenaa roope, vyaapyaa saghale maa. / Om jayo jayo maa jagadambe || 6 ||_

સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી,  
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ ७ ॥  

_Saptamee sapta paataal, sandhyaa saavitree, maa sandhyaa saavitree, / Gau gangaa gaayatree, gauree geetaa maa. / Om jayo jayo maa jagadambe || 7 ||_

અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, મા આઈ આનંદા,  
સુરવર મુનિવર જન્મ્યા, દેવ દૈત્યોમાં.  
ૐ જયો જયો મા જગદંબે ॥ ८ ॥  

_Ashtamee ashta bhujaa, aaee aanandaa, maa aaee aanandaa, / Suravar munivar janmyaa, dev daityomaa. / Om jayo jayo maa jagadambe || 8 ||_

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા,  
નવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ ९ ॥  

_Navamee navakul naag, seve navadurgaa, maa seve navadurgaa, / Navaraatreenaa poojan, shivaraatreenaa archan, keedhaa har brahmaa. / Om jayo jayo maa jagadambe || 9 ||_

દશમી દશ અવતાર, જય વિજયાદશમી, મા જય વિજયાદશમી,  
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १० ॥  

_Dashamee dash avataar, jay vijayaadashamee, maa jay vijayaadashamee, / Raame raam ramaadyaa, raavan rolyo maa. / Om jayo jayo maa jagadambe || 10 ||_

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા,  
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ ११ ॥  

_Ekaadashee agiyaaras, kaatyaayanee kaamaa, maa kaatyaayanee kaamaa, / Kaamadurgaa kaalikaa, shyaamaa ne raamaa. / Om jayo jayo maa jagadambe || 11 ||_

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી અંબા,  
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારા છે તુજ મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १२ ॥  

_Baarase baalaa roop, bahucharee ambaa maa, maa bahucharee ambaa, / Batuk bhairav sohiye, kaal bhairav sohiye, taaraa chhe tuj maa. / Om jayo jayo maa jagadambe || 12 ||_

તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું તારુણી માતા,  
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १३ ॥  

_Terase tulajaa roop, tu taarunee maataa, maa tu taarunee maataa, / Brahmaa vishnu sadaashiv, gun taaraa gaataa. / Om jayo jayo maa jagadambe || 13 ||_

ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા,  
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહિની મા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १४ ॥  

_Chaudashe chaudaa roop, chandee chaamundaa, maa chandee chaamundaa, / Bhaav bhakti kani aapo, chaturaai kani aapo, sinhavaahinee maa. / Om jayo jayo maa jagadambe || 14 ||_

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા,  
વશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १५ ॥  

_Pooname kumbh bharyo, saambhalajo karunaa, maa saambhalajo karunaa, / Vashishtha deve vakhaanyaa, maarkand deve vakhaanyaa, gaaee shubh kavitaa. / Om jayo jayo maa jagadambe || 15 ||_

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે બાવીસમાં,  
સંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १६ ॥  

_Sanvat sol sattaavan, solase baaveesamaa, maa solase baaveesamaa, / Sanvat sole pragatyaa, revaane teere, maa gangaane teere. / Om jayo jayo maa jagadambe || 16 ||_

ત્રંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી, મા રૂપાવટી નગરી,  
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १७ ॥  

_Trambaavatee nagaree, aaee roopaavatee nagaree, maa roopaavatee nagaree, / Sol sahastra tyaa sohiye, kshamaa karo gauree, maa dayaa karo gauree. / Om jayo jayo maa jagadambe || 17 ||_

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશે,  
ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,  
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १८ ॥  

_Shivashaktinee aaratee je koi gaashe, maa je bhaave gaashe, / Bhane shivaanand svaamee, sukh-sampatti thaashe, / Har kailaase jaashe, maa ambaa duhkh harashe. / Om jayo jayo maa jagadambe || 18 ||_

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો,  
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો.  
ૐ જયો જયો મા જગદંબે ॥ १९ ॥  

_E be ek svaroop, antar nav ganasho, / Bholaa bhavaaneene bhajataa, bhavasaagar tarasho. / Om jayo jayo maa jagadambe || 19 ||_

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા,  
વલ્લભ ભટ્ટને રાખ્યા, નિજ ચરણે સેવા.  
ૐ જયો જયો મા જગદંબે ॥ २० ॥  

_Bhaav na jaanu, bhakti na jaanu, nav jaanu sevaa, maa nav jaanu sevaa, / Vallabh bhattane raakhyaa, nij charane sevaa. / Om jayo jayo maa jagadambe || 20 ||_
