{"id":"jay-adhya-shakti","code":"97","title":{"dev":"जय आद्य शक्ति","rom":"Jay Adhya Shakti"},"type":"aarti","typeLabel":"Aarti","language":"gu","languageName":"Gujarati","deity":["amba"],"aliases":["Ambe Maa ni Aarti"],"verses":20,"sections":[{"kind":"verse","n":1,"dev":"જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ,\nઅખંડ બ્રહ્માંડ નિપાવ્યાં, પડવે પ્રગટ્યા મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ १ ॥","rom":"Jay aadyaa shakti, maa jay aadyaa shakti,\nAkhand brahmaand nipaavyaa, padave pragatyaa maa.\nOm jayo jayo maa jagadambe || 1 ||"},{"kind":"verse","n":2,"dev":"દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવશક્તિ જાણું,\nબ્રહ્મા ગણપતિ ગાયે, હરિ ગાયે હર મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ २ ॥","rom":"Dviteeyaa bey svaroop, shivashakti jaanu, maa shivashakti jaanu,\nBrahmaa ganapati gaaye, hari gaaye har maa.\nOm jayo jayo maa jagadambe || 2 ||"},{"kind":"verse","n":3,"dev":"તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા, મા ત્રિભુવનમાં બેઠા,\nત્રય થકી તરવેણી, તું તરવેણી મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ ३ ॥","rom":"Truteeyaa tran svaroop, tribhuvanamaa bethaa, maa tribhuvanamaa bethaa,\nTray thakee taravenee, tu taravenee maa.\nOm jayo jayo maa jagadambe || 3 ||"},{"kind":"verse","n":4,"dev":"ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા, મા સચરાચર વ્યાપ્યા,\nચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણમાં.\nૐ જયો જયો મા જગદંબે ॥ ४ ॥","rom":"Chothe chaturaa mahaalakshmee maa, sacharaachar vyaapyaa, maa sacharaachar vyaapyaa,\nChaar bhujaa chau dishaa, pragatyaa dakshinamaa.\nOm jayo jayo maa jagadambe || 4 ||"},{"kind":"verse","n":5,"dev":"પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમી ગુણ પદ્મા,\nપંચ દેવ ત્યાં સોહે, પંચે તત્વો મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ ५ ॥","rom":"Panchame panch rushi, panchamee gun padmaa, maa panchamee gun padmaa,\nPanch dev tyaa sohe, panche tatvo maa.\nOm jayo jayo maa jagadambe || 5 ||"},{"kind":"verse","n":6,"dev":"ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિષાસુર માર્યો,\nનર નારીના રૂપે, વ્યાપ્યાં સઘળે મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ ६ ॥","rom":"Shashthee tu naaraayanee, mahishaasur maaryo, maa mahishaasur maaryo,\nNar naareenaa roope, vyaapyaa saghale maa.\nOm jayo jayo maa jagadambe || 6 ||"},{"kind":"verse","n":7,"dev":"સપ્તમી સપ્ત પાતાલ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા સાવિત્રી,\nગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ ७ ॥","rom":"Saptamee sapta paataal, sandhyaa saavitree, maa sandhyaa saavitree,\nGau gangaa gaayatree, gauree geetaa maa.\nOm jayo jayo maa jagadambe || 7 ||"},{"kind":"verse","n":8,"dev":"અષ્ટમી અષ્ટ ભુજા, આઈ આનંદા, મા આઈ આનંદા,\nસુરવર મુનિવર જન્મ્યા, દેવ દૈત્યોમાં.\nૐ જયો જયો મા જગદંબે ॥ ८ ॥","rom":"Ashtamee ashta bhujaa, aaee aanandaa, maa aaee aanandaa,\nSuravar munivar janmyaa, dev daityomaa.\nOm jayo jayo maa jagadambe || 8 ||"},{"kind":"verse","n":9,"dev":"નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે નવદુર્ગા,\nનવરાત્રીના પૂજન, શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ ९ ॥","rom":"Navamee navakul naag, seve navadurgaa, maa seve navadurgaa,\nNavaraatreenaa poojan, shivaraatreenaa archan, keedhaa har brahmaa.\nOm jayo jayo maa jagadambe || 9 ||"},{"kind":"verse","n":10,"dev":"દશમી દશ અવતાર, જય વિજયાદશમી, મા જય વિજયાદશમી,\nરામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ १० ॥","rom":"Dashamee dash avataar, jay vijayaadashamee, maa jay vijayaadashamee,\nRaame raam ramaadyaa, raavan rolyo maa.\nOm jayo jayo maa jagadambe || 10 ||"},{"kind":"verse","n":11,"dev":"એકાદશી અગિયારસ, કાત્યાયની કામા, મા કાત્યાયની કામા,\nકામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા.\nૐ જયો જયો મા જગદંબે ॥ ११ ॥","rom":"Ekaadashee agiyaaras, kaatyaayanee kaamaa, maa kaatyaayanee kaamaa,\nKaamadurgaa kaalikaa, shyaamaa ne raamaa.\nOm jayo jayo maa jagadambe || 11 ||"},{"kind":"verse","n":12,"dev":"બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા, મા બહુચરી અંબા,\nબટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારા છે તુજ મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ १२ ॥","rom":"Baarase baalaa roop, bahucharee ambaa maa, maa bahucharee ambaa,\nBatuk bhairav sohiye, kaal bhairav sohiye, taaraa chhe tuj maa.\nOm jayo jayo maa jagadambe || 12 ||"},{"kind":"verse","n":13,"dev":"તેરસે તુળજા રૂપ, તું તારુણી માતા, મા તું તારુણી માતા,\nબ્રહ્મા વિષ્ણુ સદાશિવ, ગુણ તારા ગાતા.\nૐ જયો જયો મા જગદંબે ॥ १३ ॥","rom":"Terase tulajaa roop, tu taarunee maataa, maa tu taarunee maataa,\nBrahmaa vishnu sadaashiv, gun taaraa gaataa.\nOm jayo jayo maa jagadambe || 13 ||"},{"kind":"verse","n":14,"dev":"ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા,\nભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઇ કંઇ આપો, સિંહવાહિની મા.\nૐ જયો જયો મા જગદંબે ॥ १४ ॥","rom":"Chaudashe chaudaa roop, chandee chaamundaa, maa chandee chaamundaa,\nBhaav bhakti kani aapo, chaturaai kani aapo, sinhavaahinee maa.\nOm jayo jayo maa jagadambe || 14 ||"},{"kind":"verse","n":15,"dev":"પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા,\nવશિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઈ શુભ કવિતા.\nૐ જયો જયો મા જગદંબે ॥ १५ ॥","rom":"Pooname kumbh bharyo, saambhalajo karunaa, maa saambhalajo karunaa,\nVashishtha deve vakhaanyaa, maarkand deve vakhaanyaa, gaaee shubh kavitaa.\nOm jayo jayo maa jagadambe || 15 ||"},{"kind":"verse","n":16,"dev":"સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં, મા સોળસે બાવીસમાં,\nસંવત સોળે પ્રગટ્યા, રેવાને તીરે, મા ગંગાને તીરે.\nૐ જયો જયો મા જગદંબે ॥ १६ ॥","rom":"Sanvat sol sattaavan, solase baaveesamaa, maa solase baaveesamaa,\nSanvat sole pragatyaa, revaane teere, maa gangaane teere.\nOm jayo jayo maa jagadambe || 16 ||"},{"kind":"verse","n":17,"dev":"ત્રંબાવટી નગરી, આઈ રૂપાવટી નગરી, મા રૂપાવટી નગરી,\nસોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી.\nૐ જયો જયો મા જગદંબે ॥ १७ ॥","rom":"Trambaavatee nagaree, aaee roopaavatee nagaree, maa roopaavatee nagaree,\nSol sahastra tyaa sohiye, kshamaa karo gauree, maa dayaa karo gauree.\nOm jayo jayo maa jagadambe || 17 ||"},{"kind":"verse","n":18,"dev":"શિવશક્તિની આરતી જે કોઇ ગાશે, મા જે ભાવે ગાશે,\nભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે,\nહર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે.\nૐ જયો જયો મા જગદંબે ॥ १८ ॥","rom":"Shivashaktinee aaratee je koi gaashe, maa je bhaave gaashe,\nBhane shivaanand svaamee, sukh-sampatti thaashe,\nHar kailaase jaashe, maa ambaa duhkh harashe.\nOm jayo jayo maa jagadambe || 18 ||"},{"kind":"verse","n":19,"dev":"એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો,\nભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો.\nૐ જયો જયો મા જગદંબે ॥ १९ ॥","rom":"E be ek svaroop, antar nav ganasho,\nBholaa bhavaaneene bhajataa, bhavasaagar tarasho.\nOm jayo jayo maa jagadambe || 19 ||"},{"kind":"verse","n":20,"dev":"ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા, મા નવ જાણું સેવા,\nવલ્લભ ભટ્ટને રાખ્યા, નિજ ચરણે સેવા.\nૐ જયો જયો મા જગદંબે ॥ २० ॥","rom":"Bhaav na jaanu, bhakti na jaanu, nav jaanu sevaa, maa nav jaanu sevaa,\nVallabh bhattane raakhyaa, nij charane sevaa.\nOm jayo jayo maa jagadambe || 20 ||"}],"verified":false,"url":"https://pocketpothi.com/texts/jay-adhya-shakti","appUrl":"https://pocketpothi.com/read?t=jay-adhya-shakti","shareUrl":"https://pocketpothi.com/p/97"}